શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજન
દૂધધારા ડેરીના નવનિયુક્ત ચેરમેનનું ભવ્ય સન્માન કરાયું
ફૂલહાર, શાલ અને સ્મૃતિચિહ્ન આપીને ભવ્ય સન્માન કરાયું
ડેરી વધુ પ્રગતિના શિખરોને સર કરશે : ઘનશ્યામ પટેલ
મોટી સંખ્યામાં સમાજના વડીલો અને આગેવાનોની હાજરી
ભરૂચના ઝાડેશ્વર ગામ સ્થિત પટેલ સમાજની વાડી ખાતે શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા દૂધધારા ડેરીના નવનિયુક્ત ચેરમેન ઘનશ્યામ પટેલનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.
ભરૂચમાં શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા દૂધધારા ડેરીમાં વ્યવસ્થાપક તરીકે ચૂંટાયેલા પાટીદાર સમાજના પ્રતિનિધિઓને સન્માનિત કરવા વિશેષ સમારોહનું આયોજન ઝાડેશ્વર ગામ સ્થિત પટેલ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દૂધધારા ડેરીના નવનિયુક્ત ચેરમેન ઘનશ્યામ પટેલનું સમાજના વડીલો તથા આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી, શાલ અર્પણ કરી અને સ્મૃતિચિહ્ન આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ હંમેશા સહકાર, એકતા અને વિકાસના સિદ્ધાંતોને આધારે આગળ વધતો આવ્યો છે. દૂધધારા ડેરી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં સમાજના પ્રતિનિધિ તરીકે ઘનશ્યામ પટેલની પસંદગી સમાજ માટે ગૌરવની બાબત છે. તેમણે આશા વ્યક્ત કરી કે, તેમના નેતૃત્વમાં ડેરી વધુ પ્રગતિના શિખરો સર કરશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, સભ્યો સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.