ભરૂચ : SOGએ વલસાડના પારડી પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનાના વોન્ટેડ આરોપીની કરી ધરપકડ

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ પોતાની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપતા એસ.ઓ.જી.

New Update
jay
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ પોતાની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપતા એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનાનો આરોપી મહંમદ જીશાન મહંમદ હશન અંસારી રહે.ડી.૫૯, આમીના પાર્ક સોસાયટી, ડુંગરી શેરપુરા રોડ,ભરૂચ હાલ દહેજ બાયપાસ રોડ પર આવેલ શિલ્પી સ્ક્વેર શોપીંગ સેન્ટરની બહાર રોડની સાઇડ ઉપર ઉભો છે જેના આધારે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Latest Stories