New Update
/connect-gujarat/media/media_files/2025/08/29/img-20250828-wa0095-2025-08-29-08-54-19.jpg)
ભરૂચ એસ.ઓ.જી. ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી આધારે અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી ગયેલ ઓટોરીક્ષા એક ઇસમ કસક સર્કલ થી ઝાડેશ્વર તરફ લઈને જનાર છે તેવી માહિતીના આધારે શંકાસ્પદ ઓટો રીક્ષા નં.GJ-01-DX-393 ચેક કરતા ઓટોરીક્ષાનો એન્જીન નંબર તથા ચેચીસ નંબર વિરોધાભાસ જણાઇ આવતા ઓટો રીક્ષા ચોરીની જણાઇ આવતા ઇસનપુર પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ખાતે પકડાયેલ ઓટોરીક્ષા બાબતે ખાત્રી કરતા ઇસનપુર પોલીસ સ્ટેશન અમદાવાદના ગુનાની ઓટોરીક્ષાની આશરે કિ.રૂ. ૧,૨૦,૦૦૦/- ગણી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ ૧૦૬ મુજબ કબજે કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Latest Stories