New Update
ભરૂચ શહેરમાં આયોજિત વિવિધ ગણેશ મહોત્સવમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના આગેવાનોએ હાજરી આપી શ્રીજીની ભક્તિમાં લીન બન્યા હતા.
ભક્તિસભર માહોલમા ગણેશ મહોત્સવમાં સંધ્યા આરતી, અન્નકૂટ, જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા થઈ રહ્યા છે. જેમાં ઉચ્ચ અધિકારીઓ ,રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી શ્રીજી ભક્તિમા લીન થઈ રહ્યા છે ત્યારે ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા પણ ગતરાત્રે ગણેશજી દર્શન માટે પોહચ્યા હતા.જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ઝાડેશ્વર રોડ પર આવેલ રાધા કૃષ્ણ સોસાયટીના ગણેશ પંડાલમાં ગણેશજીના દર્શન કરી પૂજન અર્ચન સાથે આરતી ઉતારી હતી.
આ પ્રસંગે રાધા કૃષ્ણ ગણેશ મંડળ દ્વારા જિલ્લા પોલીસવડા મયુર ચાવડાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આજ રીતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અયોધ્યાના રામમંદિરની થીમ સાથે ઉજવાઈ રહેલ BNS ગણેશ મહોત્સવમાં પણ ઉપસ્થિત રહી પૂજન અર્ચન અને દર્શન કરી મંડળ દ્વારા આયોજિત મહાઆરતીમાં સામેલ થયા હતા.
Latest Stories