ભરૂચ: મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ, કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને  રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની યોજાય બેઠક

આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
SIR (3)

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭.૧૦,૨૦૨૫ના પત્રથી તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. 

જે તા.૨૮.૧૦.૨૦૨૫થી શરૂ થઈ તા.૦૭.૦૨.૨૦૨૬ સુધી જાહેર થઇ છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભરૂચ ખાતે રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.હાજર રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓને આ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા.
Latest Stories