New Update
/connect-gujarat/media/media_files/2025/06/07/TSfZUSEArQjCmjHtBrGZ.jpg)
ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. જંબુસરની અનેક સોસાયટીઓમાં બે થી ત્રણ વ્યક્તિઓને અડફેટે લેનાર ગાયને પાંજરે પુરવામાં આવી હતી.
આતીયાપાર્ક સોસાયટીમાં એક વ્યક્તિને રખડતા ઢોરે ભેટીએ ચઢાવ્યો હતો જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો.
આ તરફ અન્ય એક મહિલા સહિત બે લોકોને પણ રખડતા ઢોરે શિંગડે ભેરવ્યા હતા ત્યારે નગર સેવા સદન દ્વારા કાર્યવાહી કરી ગાયને પાંજરે પૂરવામાં આવી છે. રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સમયાંતરે કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.