New Update
ભરૂચના જંબુસરનો બનાવ
શ્વાનોનો આતંક જોવા મળ્યો
12 બાળકો પર કર્યા હુમલા
બાળકોને સારવાર અર્થે ખસેડાયા
રખડતા શ્વાન પકડવા માંગ
ભરૂચના જંબુસરમાં રખડતા શ્વાનોના આતંકથી ભયનો માહોલ ફેલાયો છે. રખડતા શ્વાનોએ 12 બાળકોને નિશાન બનાવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચના જંબુસરમાં રખડતા શ્વાનોના આતંકથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. જંબુસરના કસ્બા વિસ્તાર તેમજ કુંભારવાડ વિસ્તારમાં શ્વાનોના હુમલાની ઘટનાઓ સામે આવી છે, જેમાં અંદાજે 12 જેટલાં બાળકોને શ્વાનો કરડ્યા હોવાનું બહાર આવ્યું છે.આ હુમલાઓમાં અનેક બાળકોને પગ તેમજ ગાલના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાને પગલે ઘાયલ બાળકોને તાત્કાલિક જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે.
એક તરફ બાળકો પર થયેલા હુમલાઓથી વાલીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે, તો બીજી તરફ સ્થાનિક રહીશોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. રહીશોએ જણાવ્યું છે કે વિસ્તારમાં રખડતા શ્વાનોની સંખ્યા વધી ગઈ છે અને અગાઉ પણ આવા બનાવો બન્યા છે.સ્થાનિક લોકોએ તંત્ર સામે માંગ કરી છે કે રખડતા શ્વાનોને પકડવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય અને બાળકો તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
Latest Stories