પંજાબમાં યોજાયેલ રોલર સ્કેટીંગ નેશનલ ચેમ્પિયનશીપમાં ભરૂચના વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

પ્રથમ વસાવાએ ૧૦૦ x ૨ મીટર રીલે રોલર સ્કેટીંગમાં ૧ ગોલ્ડ મેડલ, ૩૦૦ મીટર રન સ્કેટીંગમાં ૧ બ્રોન્ઝ મેડલ અને ૧૦૦ મીટર રન સ્કેટીંગમાં ૧ બ્રોન્ઝ મેડલ મેળવી ભરુચ જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું

New Update
pratham vasava
રોલર સ્કેટીંગ નેશનલ ચેમ્પિયનશીપ લુધિયાણા પંજાબ ખાતે તા.૨૯/૦૩/૨૦૨૫ થી તા.૨૧/૦૪/૨૦૨૫ના રોજ યોજાય હતી જેમાં ગુજરાતના 7 ખેલાડીઓએ ભાગ લીધો હતો.આ 7  ખેલાડીઓમાં  ભરૂચના પ્રથમકુમાર રાજેશભાઈ વસાવા જે Intellectual Disability ધરાવે છે. પ્રથમ વસાવા કે.જી.એમ. હાઈસ્કૂલ ભરુચમાં અભ્યાસ કરે છે. પ્રથમ વસાવાએ ૧૦૦ x ૨ મીટર રીલે રોલર સ્કેટીંગમાં ૧ ગોલ્ડ મેડલ, ૩૦૦ મીટર રન સ્કેટીંગમાં ૧ બ્રોન્ઝ મેડલ અને ૧૦૦ મીટર રન સ્કેટીંગમાં ૧ બ્રોન્ઝ મેડલ મેળવી ભરુચ જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
પ્રથમ વસાવાના કોચ સ્પે. એજ્યુકેટર પટેલ કલ્પનાબેન  અને તેના માતા-પિતાને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. પ્રથમ વસાવાને આગામી સમયમાં નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ રમાનારી સ્કેટીંગ ચેમ્પિયનશીપ માટે સીલેકશનની તૈયારી કોચ દ્વારા કરવામાં આવે છે.