મહિલા યોગ શિક્ષકની સિદ્ધિ
જલદ ચાલ સ્પર્ધામાં મેળવ્યો પ્રથમ ક્રમાંક
સમગ્ર રાજ્યમાંથી 35 સ્પર્ધકોએ લીધો હતો ભાગ
રાષ્ટ્રીય સ્તર પર યોજાનાર સ્પર્ધામાં લેશે ભાગ
ભરૂચનું ગૌરવ વધારતી મહિલા યોગ શિક્ષક
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં 42 વર્ષીય નરગીસ દિલીપભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે.તેઓ યોગ શિક્ષક છે એટલે શારીરિક એકદમ ફિટ રહે છે.પરંતુ તેઓએ ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત 1લી માર્ચે ભરૂચના વર્ષો જૂના શ્રી બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા આયોજિત નટવર જાદવ (ભગતજી) જલદ ચાલ સ્પર્ધામાં 40 થી 50 વર્ષના ગ્રુપમાં સાઈ મંદિર ખાતે ભાગ લીધો હતો.
જેમાં નરગીસ પરમારે બહેનોની 3 કિમી જલદ ચાલ સ્પર્ધામાં ભાગ લઈને પોતાનું અંતર 8 મિનિટ 42 સેકન્ડમાં પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લામાં પોતાનું નામ રોશન કર્યું હતું.તે માટે તેમણે શ્રી બટુકનાથ વ્યાયામ શાળા દ્વારા મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા.જોકે તેઓએ આટલેથી નહીં અટકતાં 2જી માર્ચે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલી છોટુભાઈ પુરાણી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની શ્રી નરોત્તમભાઈ પટેલ જલદ ચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 35 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, આ સ્પર્ધામાં પણ નરગીસ પરમારે પાંચ કિમીની જલદ ચાલ સ્પર્ધામાં 44 મિનિટ 49 સેકન્ડમાં પોતાનો રાઉન્ડ પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવી સમગ્ર રાજ્યમાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.