ભરૂચ : હાંસોટના પંડવાઈની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં શેરડી પીલાણ સીઝનનો  શુભારંભ

 ભરૂચ જિલ્લાના હાંસોટના પંડવાઈની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં શેરડી પીલાણ નો શુભારંભ કરાયો હતો.પંડવાઈ શુગરના ચેરમેન અને રાજ્ય સરકારના જળસંપત્તિ

New Update

પંડવાઈ સુગર દ્વારા શેરડીના પીલાણની શરૂઆત   

શેરડી પીલાણ સિઝનનો શુભ મુહર્તમાં થયો પ્રારંભ

શેરડીને કમોસમી વરસાદનું નડ્યું હતું વિઘ્ન

5.5 લાખ મેટ્રિક ટન શેરડીના પીલાણનો ટાર્ગેટ

બળેલી શેરડીની કપાત કરવામાં આવશે નહીં

 ભરૂચ જિલ્લાના હાંસોટના પંડવાઈની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં શેરડી પીલાણ નો શુભારંભ કરાયો હતો.પંડવાઈ શુગરના ચેરમેન અને રાજ્ય સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સુગરના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ અને તેમના ધર્મપત્ની નીરુબેન પટેલના  હસ્તે શાસ્ત્રોક વિધિ દ્વારા શેરડી પીલાણનો પ્રારંભ કરાયો હતો.

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના પંડવાઈ ગામ પાસે આવેલ અને હાંસોટ,અંકલેશ્વર,વાલિયા ,ઓલપાડ ,માંડવી અને માંગરોળ તાલુકાની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી દ્વારા આજરોજ શેરડી પીલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુગરના ચેરમેન અને રાજ્ય સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સુગરના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ અને તેમના ધર્મપત્ની નીરુબેન પટેલના હસ્તે પૂજા ,અર્ચના અને  શાસ્ત્રોક વિધિ દ્વારા શેરડી પીલાણ સીઝનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.ચાલુ પીલાણ સીઝનમાં પંડવાઈ સુગર દ્વારા આશરે 5.5 લાખ મેટ્રિક ટન શેરડીના પીલાણનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે.

ચાલુ વર્ષે  કમોસમી વરસાદના કારણે 10 થી 12 દિવસ મોડી પીલાણ સીઝનની શરૂઆત થયેલ છે.આ શેરડી પીલાણના પ્રારંભ પ્રસંગે સુગરના ચેરમેન અને રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે  ચાલુ વર્ષે જે સભાસદોની શેરડી સુગર ચાલુ થયા પહેલા અકસ્માતે બળી ગયેલ છેતેમની બળી ગયેલ શેરડીમાંથી બળેલી શેરડીની કપાત કરવામાં આવશે નહીં અને તેમને સારી શેરડીના ભાવ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે સુગરના ડીરેકટર હર્ષદ પટેલહિતેન્દ્ર પટેલનટવર વસાવા,સહિતના ડિરેકટરો સુગરના મેનેજીંગ ડિરેક્ટર મુકેશ પટેલવર્કસ મેનેજર દિલીપ ચૌધરી સહિત સુગરના અધિકારીઓ,કર્મચારીઓ અને સભાસદો  ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories