New Update
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા કરાયુ આયોજન
નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે આયોજન
સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ યોજાયો
મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા
અધિકારીઓ-પદાધિકારીઓએ પણ આપી હાજરી
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે અને ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા
ભરૂચ જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે આજે ખાસ કાર્યક્રમ અંતર્ગત સન્ડે ઓન સાઇકલ અભિયાન હેઠળ સાયકલોનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયો હતો.સાયકલોનનું પ્રસ્થાન કલેક્ટર કચેરીથી કરવામાં આવ્યું. કલેક્ટર ગૌરાંગ મકવાણા, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મામલતદાર માધવી મિસ્ત્રીએ સહિતના મહાનુભાવોએ સાયકલોથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું.સાયકલોથોન શહેરના શક્તિનાથ સર્કલ, પાંચબત્તી સર્કલ, શાલીમાર હોટલ, સ્ટેશન સર્કલ જેવા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી અંતે સિવિલ હોસ્પિટલ રોડ પરથી ફરીને કલેક્ટર કચેરી ખાતે સમાપન થયું હતું.પર્યાવરણ અંગેની જાગૃતિ તેમજ ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
Latest Stories