ભરૂચ: વરસાદે વિરામ લેતા સૂર્યનારાયણે દર્શન આપ્યા, પાણીના કારણે બંધ થયેલા માર્ગો પુન: શરૂ થયા

ગુજરાત | સમાચાર, ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે તો બીજી તરફ બંધ થયેલા અનેક માર્ગો પુનઃ વાહનોથી ધમધમતા થઈ ગયા છે.

New Update
ભરૂચ જિલ્લામાં વરસાદનો વિરામ
નવ પૈકી 2 તાલુકામાં જ વરસાદ
બંધ થયેલા અનેક માર્ગો પુન: શરૂ થયા
અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે શરૂ થયો
વાહનો પસાર થતા લોકોને રાહત
ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે તો બીજી તરફ બંધ થયેલા અનેક માર્ગો પુનઃ વાહનોથી ધમધમતા થઈ ગયા છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સતત બે દિવસ વરસેલા ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા પરંતુ છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ વિરામ લીધો છે. વરસાદે વિરામ લેતા પરિસ્થિતિ થાળે પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભરૂચમાં કુલ નવ પૈકી માત્ર બે તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો જેમાં આમોદમાં ત્રણ અને વાગરામાં ચાર મિલિમિટર વરસાદ નોંધાયો હતો જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો હતો. તો બે દિવસથી બંધ રહેલ શૈક્ષણિક કાર્ય પણ આજથી શરૂ થયું છે. વિવિધ શાળાઓ અને કોલેજો આજથી ફરીથી શરૂ થઈ ગઈ છે.આ તરફ  બંધ પડેલા માર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સાહોલ અને વડોલી ગામ વચ્ચે કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે બે દિવસ સુધી બંધ રહેલ સ્ટેટ હાઇવે ફરીવાર વાહનોથી ધમધમતો થઈ ગયો છે. જો કે આ માર્ગ પર હજુ પણ પાણી નજરે પડી રહ્યા છે વાહન વ્યવહાર શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

Latest Stories