ભરૂચ: SSD દ્વારા સર્વધર્મના પુસ્તકનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાની માંગ

ગુજરાતમાં તમામ ધર્મને સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકમાં સમાવવા બાબતે સ્વયં સૈનિક દળ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

New Update

ગુજરાતમાં તમામ ધર્મને સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકમાં સમાવવા બાબતે સ્વયં સૈનિક દળ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

ગુજરાત સરકારે હમણાં શાળાઓમાં ધોરણ છ સાત અને આઠના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભાગવત ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યું છે. જેનો સ્વયમ સૈનિક દળએ વિરોધ નોંધાવી આક્ષેપ કર્યા હતા કે ભારતમાં તમામ ધર્મના લોકો રહે છે અને ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે. જો મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે એવા પ્રસંગો લઈને પુસ્તક બનાવવું જોઈએ કેમ કે શાળાઓમાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તથા તમામ ધર્મો જેવા કે બૌદ્ધિક, ઇસ્લામ, પારસી, જૈન ધર્મને યોગ્ય ન્યાય મળે.એ સહિતના મુદ્દે આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવ્યા અનુસાર આ પુસ્તક પરત ખેંચી સર્વ ધર્મના પુસ્તકોમાંથી ધાર્મિક મૂલ્યો અને સિદ્ધાંતો સામેલ કરી પુસ્તક ભણાવાની માંગ કરવામાં આવી છે
Latest Stories