ભરૂચ: BIBA એવોર્ડ્સમાં જિલ્લાના પ્રતિભાશાળી વ્યક્તિ અને બિઝનેસમેનને સન્માનિત કરાયા

ભરૂચમાં  BIBA Awards 2.0 Bharuch Influencers, Businesses & Achievers Awardsના સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

  • બીબા એવોર્ડસ સમારોહ યોજાયો

  • પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં  BIBA Awards 2.0 Bharuch Influencers, Businesses & Achievers Awardsના સમારોહ યોજાયો હતો. ભરૂચમાં  BIBA Awards 2.0 Bharuch Influencers, Businesses & Achievers Awardsના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની abc ચોકડી પાસે આવેલી હોટલ લોર્ડઝ પ્લાઝામાં આઈ ઈવેન્ટ્ઝની પહેલ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળી વ્યક્તિઓ અને બિઝનેસને સન્માનિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.BIBA એવોર્ડ્સનો હેતુ ભરૂચની પ્રતિભા, બિઝનેસ અને સિદ્ધિઓને પ્રકાશિત કરવાનો છે જેથી સ્થાનિક પ્રતિભાને યોગ્ય મંચ મળી શકે.ભરૂચની પ્રતિભા, બિઝનેસ અને સિદ્ધિઓને પ્રોત્સાહિત કરવાનો આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
Latest Stories