New Update
/connect-gujarat/media/media_files/2025/10/10/vlcsnap-2025-10-10-09h54m28s183-2025-10-10-09-55-13.png)
ભરૂચના જંબુસર તાલુકામાં માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. નોબાર ગામ નજીક ટેમ્પો પલ્ટી જતા 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, સારોદ ગામેથી સૌરાષ્ટ્ર તરફ જતો એક પરિવાર ટેમ્પામાં સફર કરી રહ્યો હતો. ટેમ્પામાં કુલ 25 જેટલા મુસાફરો સવાર હતા.
મુસાફરી દરમિયાન ડ્રાઈવરનું ટેમ્પા પરનું નિયંત્રણ છૂટતાં વાહન રસ્તા પાસે પલ્ટી ગયું હતું.અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. 5 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.જંબુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
Latest Stories