New Update
ભરૂચમાં વર્ષ 2018માં બન્યો હતો બનાવ
પતિએ પત્ની અને 2 બાળકોની કરી હતી હત્યા
કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી
દેવું વધી જતાં આચાર્યો હતો હત્યાકાંડ
આરોપીઓ પોતાને ફાંસીની સજા આપવા કરી હતી માંગ
ભરૂચના ભોલાવમાં 7 વર્ષ પહેલાં પતિએ પત્ની, પુત્ર અને પુત્રીનું ગળું રેહસી કરેલા ત્રેવડા હત્યાકાંડમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચની ભોલાવમાં રંગકૃપા સોસાયટીમાં રૂપિયા 6 હજારના ભાડે રહેતા ભાવનગરના પરિવારના 7 વર્ષ પહેલાના ત્રેવડી હત્યા અને આત્મહત્યાના પ્રયાસે લોકોને હચમચાવી દીધા હતા.પાનોલીની કેમિનોવા કંપનીમાં નોકરી કરતા સુપરવાઈઝર જગદીશ સોલંકીએ દેવું વધી જતાં 26 ફેબ્રુઆરી 2018ની બપોરે ઘરમાં જ 30 વર્ષની પત્નીને પાણી આપવાનું કહી તેની ઉપર ધારદાર ચપ્પાથી ગળા ઉપર હુમલો કરી તેની હત્યા કર્યા બાદ અઢી વર્ષના દીકરા વેદાંત અને 7 માસની દીકરીની પણ હત્યા કરી જાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.ભરૂચના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ આર.કે. દેસાઈની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો. જિલ્લા સરકારી વકીલ પી.બી. પંડ્યાએ તમામ પુરાવા, દલીલો રજૂ કરી આ જઘન્ય અને રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. પત્ની અને બે માસૂમ બાળકના હત્યારા જગદીશે પણ કોર્ટ સમક્ષ પોતાને ફાંસી આપવા કહ્યું હતું. અદાલતે આ જઘન્ય અપરાધ અને ગંભીર ગુનામાં પોતાના પરિવારના જ ઘાતકી હત્યારા અને ટ્રિપલ મર્ડરના આરોપી જગદીશ સોલંકીને આજીવન કેદની સજા ફટકારી છે.
Latest Stories