ભરૂચમાં અષાઢી બીજનું પાવનપર્વ
સૌથી પ્રાચીન રથયાત્રાનું કરાયુ આયોજન
ભગવાનની અદભુત રથયાત્રા જોવા મળી
ભક્તોનું કીડીયારું ઉભરાયું
અનેક મહાનુભાવો પણ જોડાયા
આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર ભરૂચમાં પ્રાચીન રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા.
ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા 250 વર્ષ ઉપરાંતથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. આજે ભરૂચના ફુરજા બંદર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે મહાઆરતી બાદ શણગારેલા 3 રથમાં ભગવાન શ્રી કૃષ્ણ , ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરાયા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ નગર સેવાસદનના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત ભોઈ સમાજના આગેવાનો, સભ્યો અને જ્ઞાતિજનો સાથે શહેર તેમજ જિલ્લાના મહાનુભવો જોડાયા હતા.નગરજનોની ભીડ વચ્ચે જગન્નાથ પ્રભુની મહાનુભવો આગેવાનોએ મહાઆરતી ઉતાર્યા બાદ ત્રણેય રથોને જય જગન્નાથના નાદ સાથે પ્રસ્થાન કરાવાયું હતું. રથયાત્રા સાથે ડીજે, ભજન મંડળીઓ જોડાય હતી. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. રથયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું હતું.