ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ.બેન્કની 117મી વાર્ષિક સાધારણ સભા મળી

ભરૂચ-નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રીમ અને 117 વર્ષ જૂની બેંક ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કની વાર્ષિક સાધારણ સભા ચેરમેન અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં મળી હતી.

New Update

ભરૂચ-નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રીમ અને 117 વર્ષ જૂની બેંક ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કની વાર્ષિક સાધારણ સભા ચેરમેન અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં મળી હતી.

 ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કની વાર્ષિક સાધારણ સભા દરમ્યાન ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની નોંધ લેવા સાથે બેન્કના આર્થિક અહેવાલને મંજુરી સહિત બેન્કનાં ઓડિટરની નિમણૂંક તથા તેનું મહેનતાણું નક્કી કરવાબેન્કનાં પેટા કાયદા સુધારવા,ગુજરાત સરકારની મંજુરીથી વન ટાઈમ સેટલમેન્ટ યોજના અંતર્ગત બેન્કે માંડવાળ કરેલ લેણું મંજુર રાખવા સહિતના વિવિધ એજન્ડા અંગે ચર્ચા કરી સર્વાનુમતે મંજુરીની મ્હોર મારવામાં આવી હતી.

ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કની બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય  અરુણસિંહ રણાએ બેંકની પ્રગતિનો અહેવાલ રજૂ કરી બેન્કે 23 કરોડ 54 લાખનો નફો કર્યો હોવાનું જણાવી 15 ટકા ડિવિડન્ડની પણ જાહેરાત કરી રાષ્ટ્રીયકૃત બેન્ક જેવી તમામ આધુનિક સુવિધા આ સહકારી બેંક આપતી હોવાનું ગૌરવ હોવાનું હતું. બેન્કના ડીરેકટરો તેમજ સભાસદો તેમજ મંડળીઓના વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સામાન્ય સભામાં સહકાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ભરૂચ મહિલા બેંકજંબુસર નાગરિક બેંક તેમજ હાંસોટ બેંકના પ્રતિનિધિઓને શિલ્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સહકાર ક્ષેત્રના નવતર અભિગમ અંતર્ગત જિલ્લાની 5 સહકારી સંસ્થાઓ ભરૂચ જિલ્લા સહકારી સંઘધી ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ધી ભરૂચ કો.ઓ. કોટન માર્કેટિંગ યુનિયન લી.ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ ક્રેડિટ સોસાયટીઝ કો.ઓ. ફેડરેશન લી. તેમજ ધી ભરૂચ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની વાર્ષિક સામાન્ય સભા પણ યોજાઈ હતી.

જેના પ્રમુખો દ્વારા ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અરૂણસિંહ રણાના સહકાર અને સૂઝબૂઝના કારણે તેઓની સંસ્થાઓ ખોટમાંથી નફો કરતી થઈ હોવાનો એકરાર કરી આભાર વ્યક્ત કર્યો હતોતેમજ તે બદલ સંસ્થાઓ દ્વારા સન્માન પત્ર આપી અરૂણસિંહ રણાનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં વાઇસ ચેરમેન કરશન પટેલમેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રણાજિલ્લા ભાજપ પ્રમુખ અને ડિરેકટર મારુતિસિંહ અટોદરિયાજિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાબોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો સહિત વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

 

Latest Stories