New Update
/connect-gujarat/media/media_files/2025/06/26/images-2025-06-26-19-57-18.jpeg)
ભરૂચના જંબુસરની વહેલમ ગ્રામ પંચાયતના સરપંચપદના ઉમેદવારને કોર્ટનો સમય બરબાદ કરવા તેમજ કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ ₹25000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
ઉમેદવારીપત્રો સ્વીકારવાનો સમય પૂર્ણ થયો હોવાથી ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારીપત્ર સ્વીકારવામાં ન આવતા ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી હતી.
9 જૂનના રોજ 3 કલાકે ઉમેદવારીપત્ર સ્વીકારવાનો સમય પૂર્ણ થયા બાદ આશરે 3.16 કલાકે વહેલમ ગ્રામ પંચાયત સ૨પંચની બેઠક માટે અનિતાબેન પ્રવિણભાઈ સોલંકી ઉમેદવારી પત્ર રજુ ક૨વા માટે ચૂંટણી અધિકારી પાસે પહોચ્યા હતા.ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન એડમીશન સ્ટેજ પર જ રીજેકટ કરી હતી. અરજદારને ખોટી રીતે રીટ પીટીશન દાખલ કરવા, કોર્ટનો સમય બરબાદ કરવા તેમજ કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ રૂ.25000નો દંડ ફટકારવામાં આવ્યો છે.