New Update
ભરૂચના જંબુસરનો બનાવ
વેડચ મોરવગાને જોડતા માર્ગ પર પાણી
કમોસમી વરસાદના કારણે પાણી ભરાયા
ગ્રામજનોને ભારે હાલાકી
સમસ્યાના નિરાકરણની માંગ
ભરૂચના જંબુસરના વેડચથી મોરવગા–હિંગળાજ મહાદેવ દાંડી માર્ગ રોડ પર વરસાદને કારણે પાણી ભરાતા ગ્રામજનોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચના જંબુસર તાલુકાના વેડચ ગામે વરસેલ કમોસમી વરસાદને કારણે વેડચથી મોરવગા, હિંગળાજ મહાદેવ, કાનજી મામા અને વડપીપળા તરફ જવાનો માર્ગ પાણી ભરાવાના કારણે સ્થાનિકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.સ્થાનિક ખેડૂતો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ પીલુદરા, કારેલી, દૂધવાળા, તિથોર વગેરે ગામોમાં જવા માટે અન્ય વિકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ સ્થિતિ વારંવાર સર્જાય છે છતા તેનું કોઈ નિરાકરણ લાવવામાં આવતી નથી જેનો ભોગ લોકોએ બનવું પડે છે. ગામના સરપંચે આવજે તંત્રને રજૂઆત કરી માર્ગના સમારકામની માંગ કરી છે.
Latest Stories