ભરૂચ : ખરચની આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલની વૉલીબૉલ ટીમ જિલ્લાકક્ષાની વોલીબોલ સ્પર્ધામાં બની ચેમ્પિયન, 16 ખેલાડીઓની રાજ્યકક્ષાએ પસંદગી

ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલની વૉલીબૉલ ટીમે  ૬૯ એસ.જી.એફ.આઈ. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અંડર-૧૭ ભાઈઓની કેટેગરીમાં

New Update
IMG-20250915-WA0113
ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલની વૉલીબૉલ ટીમે  ૬૯ એસ.જી.એફ.આઈ. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અંડર-૧૭ ભાઈઓની કેટેગરીમાં ચેમ્પિયન બની શાળા તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.આ સ્પર્ધા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ  સંસ્કાર વિદ્યાલય ખાતે યોજાઈ હતી. શાળાના મેનેજમેન્ટ તથા આચાર્ય  સુબ્રતા કુંડુ દ્વારા ટીમના ખેલાડીઓ અને સ્પોર્ટ્સ ટીચર ડૉ. નીતિન અજુડીયાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ટીમના ખેલાડીઓએ શ્રેષ્ઠ રમત કૌશલ્ય, સંઘર્ષ અને ટીમવર્ક દ્વારા વિજય હાંસલ કર્યો છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ, ખરચના કુલ ૧૬ વિદ્યાર્થીઓની પસંદગી રાજ્ય કક્ષાની વૉલીબૉલ સ્પર્ધા માટે કરવામાં આવી છે. જેમાં ભાઈઓ તથા બહેનો બંને U-14,17 &19 કેટેગરીનો સમાવેશ થાય છે.આ સિદ્ધિ શાળાના રમતગમત ક્ષેત્રે સતત પ્રયત્નો અને વિદ્યાર્થીઓના પરિશ્રમનું પ્રતિબિંબ છે. શાળા પરિવાર તરફથી તમામ વિજેતાઓને હાર્દિક અભિનંદન અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
Latest Stories