ભરૂચ : સ્ટેશન રોડ સ્થિત SBIના એટીએમ સેન્ટરમાંથી ભેજબાજો 22 ટ્રાન્ઝેકશન કરી રૂ.2 લાખ ઉપાડી ગયા, પોલીસ ફરિયાદ નોંધાઇ

ભરૂચમાં સ્ટેશન રોડ સ્થિત સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની શાખાના ATM-કેશ ડિપોઝિટ મશીનમાં સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે. માત્ર છ દિવસની અંદર 22 વખત

New Update
A divi

ભરૂચમાં સ્ટેશન રોડ સ્થિત સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની શાખાના ATM-કેશ ડિપોઝિટ મશીનમાં સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે.

માત્ર છ દિવસની અંદર 22 વખત ટ્રાન્ઝેક્શન કરી અજાણ્યા ભેજાબાજોએ કુલ ₹2.09 લાખ ઉપાડી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.બેંકના ટેકનિકલ લોગ તપાસતા લગભગ 20 જેટલા શંકાસ્પદ રીવર્સલ એન્ટ્રીઓ બહાર આવી છે. 
પ્રાથમિક તપાસમાં એવો અંદાજ છે કે ભેજાબાજોએ કેશ ડિપોઝિટ મશીનમાં પૈસા નાખ્યા બાદ કનેક્ટિવિટી તોડીને અથવા સિસ્ટમ હેક કરીને ટ્રાન્ઝેક્શન ફેઈલ્ડ દેખાડ્યું.બેંક દ્વારા તપાસ દરમ્યાન ATM સેન્ટરમાંથી CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા છે જેમાં કેટલાક અજાણ્યા શખ્સો દેખાયા છે. આ આધારે SBIના ચીફ મેનેજરે એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.એ ડિવિઝન પોલોસે સમગ્ર મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories