ભરૂચ: ગરીબોને સેવા માટે આ તબીબે છોડી દીધી સરકારી નોકરી, રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિહાળો વિશેષ અહેવાલ

ડો.કૃણાલ ચાંપાનેરી પાંચ વર્ષની સરકારી નોકરીમાં સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ અને નિરાધાર લોકોના અનેક જટિલ ઓપરેશન કરીને ચાલતા કર્યા.........

New Update
  • આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડેની ઉજવણી

  • ભરૂચના તબીબે રજૂ કરી સેવાની મિશાલ

  • ગરીબ દર્દીઓની સેવા માટે છોડી દીધી સરકારી નોકરી

  • સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી કરે છે સેવા

    ડો.કૃણાલ ચાંપાનેરીનું અનોખું જીવન

આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે ફરજ બજાવતા ડો.કૃણાલ ચાંપાનેરી વર્ષોથી ગરીબ અને નિરાધાર લોકોનું નિદાન કરી તેઓને ચાલતા કરી રહ્યા છે
નેશનલ ડોક્ટર્સ ડે ભારતમાં દર વર્ષે 1 જુલાઇએ ઉજવવામાં આવે છે. આ દિવસ ડૉક્ટરોના સમર્પણ, સેવા અને તબીબી ક્ષેત્રમાં તેમના યોગદાનની કદર કરવા માટે સમર્પિત છે ત્યારે આવો આપણે આજે વાત કરીએ એવા તબીબની કે લોકો સરકારી નોકરી મેળવવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે.પરતુ આ તબીબે  સરકારી નોકરી છોડી આજે ભરૂચની સિવિલ હોસ્પિટલ અને હાલની ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ઓર્થોપેડીક સર્જન તરીકે ડૉ.કૃણાલ ચાંપાનેરી ફરજ નિભાવી ગરીબ લોકોનું નિદાન કરી રહ્યા છે.
મૂળ વલસાડના ડો.કૃણાલે આણંદના કરમસદમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી હતી.ત્યાર બાદ તેમણે એક વર્ષ પુણે અને દોઢ વર્ષ દિલ્હીમાં ફરજ નિભાવી હતી.વર્ષ 2017 માં તેમને સરકારીમાં ક્લાસ 1 તબીબ ઓર્થોપેડીક સર્જન તરીકે ભરૂચની સિવિલ હોસ્પિટલ ભરૂચમાં જોડાયા હતા.પાંચ વર્ષની સરકારી નોકરીમાં સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ અને નિરાધાર લોકોના અનેક જટિલ ઓપરેશન કરીને ચાલતા કર્યા છે.
જોકે વર્ષ 2022 માં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ડો. કિરણ. સી.પટેલ મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ચલાવવામાં માટે આપવામાં આવી હતી.ત્યાર બાદ અહીં ફરજ નિભાવતા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અન્ય જિલ્લાઓમાં અથવા પીએચસી સેન્ટરમાં બદલી કરવામાં આવી હતી.પરતુ ડો.કૃણાલ ચાંપાનેરીએ આ અંગે વિચારી ગરીબ લોકોની સેવા માટે સરકારી નોકરી છોડવાનો નિર્ણય લઈને ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈને આજે પણ એજ રીતે અહીં આવતા દર્દીઓને સારવાર કરી રહ્યા છે.
Latest Stories