New Update
/connect-gujarat/media/media_files/2025/07/04/img-20250704-wa0015-2025-07-04-09-17-14.jpg)
ભરૂચના ઝઘડિયાના મુખ્ય બજારમાં રેતી ડસ્ટ ભરેલ ટ્રક ભૂવામાં ખાબકી જતા અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં બાજુમાં રહેલી કેબિન પર ટ્રક પડતા કેબિનમાં બેઠેલ એક ઈસમને માથાના ભાગે ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં એક બાઈક પણ દબાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે . ટ્રકનું પાછળનું ટાયર ભૂવામાં પડતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રક આગળના ભાગેથી ઊંચી થઈ ગઈ હતી. ઝઘડિયા મુખ્ય બજારમાં અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોક ટોળા એકત્ર થઈ ગયા હતા.
Latest Stories