/connect-gujarat/media/media_files/2025/09/11/bh-2025-09-11-20-56-43.jpg)
ભરૂચ તાલુકાના દયાદરા અને કેલોદ ગામને જોડતા માર્ગ પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 બાઇક સામસામે ધડાકાભેર અથડાતાં 2 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકાના દયાદરા અને કેલોદ ગામને જોડતા માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 બાઇક સામસામે ધડાકાભેર અથડાતાં 2 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇકના કચ્ચરઘાણ નીકળી ગયા હતા, અને ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. જેના કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.
બન્ને બાઇક ચાલકો પોતાની દિશામાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક કોઈ કારણોસર દયાદરા અને કેલોદ વચ્ચેના રોડ પર સામસામે ભટકાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે, બન્ને ચાલકો બાઇક પરથી ફંગોળાઈને દૂર પટકાયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ દોડી આવ્યા હતા. જેના કારણે રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય હતી. બનાવના પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી, જ્યાં 108ની ટીમે મૃતકોને તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાંથી એક યુવક આછોદ ગામ અને બીજો યુવક કેલોદ ગામનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે, તેમના નામ અને અન્ય વિગતો સત્તાવાર સામે આવી નથી.