New Update
/connect-gujarat/media/media_files/2026/02/17/jee-mains-exam-2026-02-17-18-35-39.jpg)
ભરૂચની વાગરા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા,વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી ઋષિલકુમાર કિશોરભાઈ ગોહિલે JEE Main (Session-1) પરીક્ષામાં 78.3676 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કરી સફળતા હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિથી શાળા તેમજ સમગ્ર વિસ્તાર ગૌરવ અનુભવી રહ્યો છે.
ઋષિલકુમારની આ મહેનત, લગન અને દૃઢ સંકલ્પનો પરિણામરૂપ તેમને આ ઉત્તમ પ્રાપ્તિ મળી છે. શિક્ષકોના માર્ગદર્શન અને માતા-પિતાના સહકારથી તેમણે આ સિદ્ધિ હાંસલ કરી શાળાનું નામ રોશન કર્યું છે. શાળા પરિવાર તરફથી તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે જ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા પણ શુભેરછા પાઠવવામાં આવી છે.
Latest Stories