New Update
/connect-gujarat/media/media_files/2025/08/03/screenshot_2025-08-03-09-26-42-19_6012fa4d4ddec268fc5c7112cbb265e7-2025-08-03-09-46-17.jpg)
ભરૂચના વાલિયાના યુથ પાવર ગ્રુપ અને આદિવાસી સમાજના યુવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈ ડોર ટૂ ડોર આમંત્રણ પત્રિકા આદિવાસી સમાજના સભ્યોને પાઠવી હતી.
ચાલુ વર્ષે વાલિયા ખાતે યુથ પાવર વાલિયા અને આદિવાસી સમાજના યુવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ 8મી ઓગસ્ટના રોજ ઉજવણી કરવામાં આવનાર છે.જેને લઈ શનિવારની સાંજથી ગામે ગામ આમંત્રણ પાઠવવા માટે યુથ પાવર અધ્યક્ષ રજની વસાવા,વિનય વસાવા અને વિજય વસાવા,કેતન વસાવા તેમજ નરેશ વસાવા,વિલયમ વસાવા,જસ્ટિન વસાવા સહિતના આદિવાસી સમાજના યુવાનોએ હીરાપોર,બાંડાબેડા અને વટારીયા ગામેથી ડોર ટૂ ડોર શરૂઆત કરી હતી.અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ.
Latest Stories