ભરૂચ : વોર્ડ નંબર 11માં રૂ.1.75 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પો નિર્માણ પામશે !

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર 11 માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકારોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

author-image
By Connect Gujarat Desk
New Update

ભરૂચ નગર સેવા સદન દ્વારા વિકાસના કાર્યો

વોર્ડ નંબર 11માં વિકાસના કામો

રૂ.1.75 કરોડનો કરવામાં આવશે ખર્ચ

કુલ 9 કામોનું થશે નિર્માણ

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર 11 માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકારોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

ભરૂચ નગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં આવેલા દાંડિયા બજારથી પાયોનીર સ્કૂલને જોડતા માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ સાથે જ વોર્ડ નંબર 11 માં વિકાસના કુલ 9 કામોના ખાટમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. રૂપિયા 1.75 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પો નિર્માણ પામશે.ખાટમુહૂર્ત સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના પદાધિકારીઓ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories