New Update
ભરૂચમાં ગણેશ મહોત્સવના રંગ
અવનવી થીમ પર ઉજવાય છે ગણેશ મહોત્સવ
નવી વસાહતમાં ઓપરેશન સિંદૂરની થીમ
સૈનિકોના સાહસને બિરદાવાયુ
મોટી સંખ્યામાં લોકોએ લીધો દર્શનનો લાભ
ભરૂચ ની નવી વસાહત ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના દર્શનનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે.
ભરૂચ નવી વસાહત ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણપતિ મહોત્સવ અનોખી થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે મંડળ નવીનતા સાથે સમાજમાં સંદેશ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે આ વર્ષે ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ગણેશજીની પ્રતિમાની આસપાસ સજાવટમાં સૈનિકોના શૌર્ય અને પરાક્રમને ઝળહળતું રૂપ આપવામાં આવ્યું છે.
મંડળના યુવકોએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સૈનિકોએ બતાવેલા સાહસ, શિસ્ત અને દેશપ્રેમને પ્રતીકાત્મક રીતે રજૂ કર્યો છે જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે, આજના યુવાનોમાં દેશભક્તિનો જ્યોત પ્રગટાવવાનો હેતુ રાખીને આ થીમ પસંદ કરવામાં આવી છે.
Latest Stories