New Update
/connect-gujarat/media/media_files/2025/12/26/le-2025-12-26-10-22-44.jpg)
ભરૂચના જુના તવરા ગામે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ છે. તાજેતરમાં તવરા પ્રાથમિક શાળા નજીક દીપડાએ એક વાછરડાનો શિકાર કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
દીપડો ગામની વસતી વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો અને શાળા નજીક બાંધેલા વાછરડાને શિકાર બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળી રહી હોવાના કારણે ગ્રામજનો ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે દીપડાને ઝડપવા માટે તાત્કાલિક પાંજરું ગોઠવવાની માંગ કરી છે
Latest Stories