ધોલેખામ ગ્રા.પં સામે ભ્રષ્ટાચારના આક્ષેપ
તા.પંચાયત કચેરીએ ગ્રામજનોનો હલ્લાબોલ
TDO અને પોલીસ મથકમાં કરાય ફરિયાદ
સરકારી યોજનામાં સરપંચ-તલાટીએ આચર્યું કૌભાંડ
નક્કર કાર્યવાહીની કરવામાં આવી માંગ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધોલેખામ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સામે સરકારની યોજનાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના કારણે ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધોલેખામ ગૃપ ગ્રા.પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા હતા.જેમાં સરકાર તરફથી વ્યક્તિ દીઠ રૂપિયા 30,000 મજુરીકામ ચુકવવામાં આવે છે.અને લાભાર્થીઓને ડિમાન્ડ પંચાયત તરફથી આપવામાં આવે છે.જેમાં આ રકમ જે-તે લાભાર્થીઓને નહીં મળતા એનઆરજીમાં તપાસ કરવામાં આવી હતી.
ધોલેખામ ગ્રામ પંચાયતના સરપંચ પ્રિયંકા વસાવા,તલાટી ઐશ્વર્યા વસાવા અને વહીવટદાર ભરત વસાવા,પરેશ વસાવાએ અલગ-અલગ મસ્ટર ખેંચી સરપંચ-તલાટીની મિલીભગતથી 13 લાભાર્થીઓના પોસ્ટ-બેંકમાં ડુપ્લીકેટ ખાતા ખોલાવ્યા હતા, અને તેમના એટીએમ કાર્ડ બનાવી રૂપિયા 1 લાખ 77 હજાર 929 બારોબાર ઉપાડી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અંગેની હકીકત બહાર આવતા ધોલેખામ ગ્રા.પંચાયતના લાભાર્થીઓ દ્વારા નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી અને નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.આ ઉપરાંત ગ્રામજનો અને લાભાર્થીઓ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરીને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.