ભરૂચ: વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરાયુ

જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવદેવી કટારથી શિવખુડી જતા સમયે 9 જૂને હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો

New Update

જમ્મુ કશ્મીરમાં યાત્રાળુઓની બસ પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું

જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવદેવી કટારથી શિવખુડી જતા સમયે 9 જૂને હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 10 હિન્દુયાત્રીઓના મોત થયા હતા અને કેટલાય યાત્રીઓને ઈજા પહોંચી હતી આવી ઘટના અવારનવાર જમ્મુ કાશ્મીરમાં બનતી રહે છે ત્યારે આવી ઘટના બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ ઘટના સંદર્ભે ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદી હુમલાની ઘટનાને વખોડી નાખતા ધરણા પ્રદર્શન આવેદનપત્ર અને પુતળા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અજય વ્યાસ,ભરૂચ વિભાગ મંત્રી અજય મિશ્રા,ભરૂચ બજરંગ દળના સંયોજક કિશન વાઘેલા દક્ષિણ ગુજરાત પ્રાંત સદસ્ય મનોજ હરિયાણી અને ધર્મેશ પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આંતકવાદ સામે કડક રાહે પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
Screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના  જૈમીન  પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.