New Update
/connect-gujarat/media/media_files/2025/09/19/img-20250919-wa0049-2025-09-19-09-42-55.jpg)
ભરૂચની વાલીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની કાર નં.GJ-16-DS-2240માં ચાર ઇસમો કોપર વાયરનો જથ્થો ભરીને પીઠોર ગામથી વાલીયા તરફ આવે છે. જે બાતમી આધારે પોલીસ સ્ટાફ વાલીયા ભુજીયાવડ પાસે રોડ ઉપર વોચમા હતા તે દરમ્યાન બાતમી મુજબની કાર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી 45 કિલો કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો.પકડાયેલ ચાર ઇસમોને કોપર વાયરના જથ્થા અંગે આધાર પુરાવા માંગતા રજુ કર્યા ન હતા આથી તેઓની કુલ રૂ.2.81 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓએ સોલર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.
ઝડપાયેલ આરોપીઓ
રોહન દયારામભાઇ કેસુરભાઈ વસાવા રહે.કુવા ફળીયુ, પીઠોર તાવાલીયા જી.ભરૂચ.
રાજીવ મનિષભાઇ દિનેશભાઇ વસાવા રહે. ખાડી ફળીયુ, પીઠોર તાવાલીયા જી.ભરૂચ.
આશિષ નિલેશભાઇ મંગાભાઇ વસાવા રહે.ખાડી ફળીયુ, પીઠોર તા.વાલીયા જી.ભરૂચ
નિમેશ કનૈયાલાલભાઇ કાળુભાઇ વસાવા રહે.તળાવ ફળીયુ, તુણા તા.વાલીયા જી.ભરૂચ
Latest Stories