ભરૂચ : વાલિયા પોલીસે છેતરપીંડીના ગુનામાં 3 માસથી ફરાર આરોપીની અમદાવાદથી કરી ધરપકડ

ભરૂચના વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર  એમ.બી.તોમરે અલગ અલગ ટીમ બનાવીને  નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે આપેલી સુચના અનુસંધાને પોલીસકર્મીઓ અમદાવાદ

New Update
dvd
ભરૂચના વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર  એમ.બી.તોમરે અલગ અલગ ટીમ બનાવીને  નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે આપેલી સુચના અનુસંધાને પોલીસકર્મીઓ અમદાવાદ ખાતે વોન્ટેડ આરોપીની તપાસમાં ગયેલા હતા અને ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમનસોર્સીસ આધારે તપાસ કરતા  આરોપી અમદાવાદના વાસણાની જી.બી.શાલ કોલેજની સામે આવેલ ગલ્લા પાસે હાજર છે તેવી બાતમીના આધારે આરોપી  શિવાંગ રજનીકાંત  પટેલ રહે.ડી-૭,૮, સુષ્મીતા ફ્લેટ, વાસણા મસ્જિદની બાજુમાં, વાસણા, તા.જી.અમદાવાદની ધરપકડ કરવામાં આવી હતી.આરોપી છેલ્લા 3 મહિનાથી છેતરપીંડીના ગુનામાં ફરાર હતો જેની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.