New Update
/connect-gujarat/media/media_files/2025/08/31/bh-2025-08-31-09-32-58.jpg)
ભરૂચના વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમરના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ કે.બી.ડોડીયા,એ.એસ.આઈ નીંશાંતકુમાર, અજિતભાઈ, મનોજભાઈ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
તે દરમિયાન બાતમી મળી હતી કે કિયા સોનેટ ફોર વહીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વાડી ગામથી કદવાલી થઈ ડહેલી ગામ તરફ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે કદવાલી ગામના પુલ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 1800 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 5.49 લાખનો દારૂ અને 7 લાખની કાર મળી કુલ 12.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પથ્થરિયા ગામના સરપંચ ફળિયામાં રહેતો બુટલેગર કિરીટ સંજય વસાવાને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય બે બુટલેગર રાહુલ ઓકારામ માલી સહિત બેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
Latest Stories