New Update
/connect-gujarat/media/media_files/2025/08/26/mixcollage-26-aug-2025-09-05-am-6638-2025-08-26-09-06-08.jpg)
ભરૂચની વાલિયા પોલીસે ચંદેરીયા ગામના બસ સ્ટેશન નજીકથી વિદેશી દારૂ ભરેલ બે રીક્ષા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
ભરૂચની વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમરના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બે રીક્ષામાં થેલાઓમાં વિદેશી દારૂનો જથ્થા લઈ નેત્રંગના ચીકલોટા ગામ થઈ વાલિયા તરફ જઇ રહ્યા છે.જેવી બાતમીના આધારે ચંદેરીયા ગામના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી રિક્ષાઓ આવતા પોલીસે બંને રિક્ષાઓને અટકાવી તેમાં તપાસ કરતા વિદેશી દારૂની 72 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 92 હજારથી વધુનો દારૂ અને બે રીક્ષા મળી 2.12 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ભરૂચના ઠાંગરાવાડ મસ્જિદ પાસે રહેતો અબ્દુલ અકરમ અબ્દુલ લતીફ શેખ તેમજ સદ્દામ હુસેન રહેમાન શેખને ઝડપી પાડ્યો હતો.
Latest Stories