/connect-gujarat/media/media_files/2025/09/18/img-20250918-wa0203-2025-09-18-16-33-27.jpg)
ભરૂચના વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
તે દરમિયાન બાતમી મળી હતી કે એક લાલ કલરની ફોર વહિલર ગાડીમાં ગુંદિયા ગામનો વિશાલ અજિત વસાવા વિદેશી દારૂનો જથ્થો ભરી ગુંદીયા ગામેથી જબૂગામ થઈ વાલિયા તરફ જનાર છે.
જેવી બાતમીના આધારે પોલીસે જબૂગામ પાટિયા પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને રોકવા ઈશારો કરતા ગાડી ચાલકે પૂરપાટ ઝડપે વાંદરિયા તરફ ગાડી ભાગી મૂકી હતી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ગાડીને પકડી પાડી હતી જ્યારે આરોપી ફરાર થઇ ગયો હતો.
પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 60 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 13 હજારનો દારૂ અને ગાડી મળી કુલ 1.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.