ભરૂચ: વાલિયા પોલીસે ચમારીયા ગામેથી રૂ.2.67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, બુટલેગર વોન્ટેડ

ભરૂચની વાલિયા પોલીસને બાતમીદારથી બાતમી મળી હતી  કે ચમારીયા ગામનાં જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુ ગણપતભાઇ વસાવાએ હાલ ઈંગ્લીશ દારૂનો જથ્થો પોતાના ઘરમા તથા

New Update
IMG-20250728-WA0007
ભરૂચની વાલિયા પોલીસને બાતમીદારથી બાતમી મળી હતી  કે ચમારીયા ગામનાં જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુ ગણપતભાઇ વસાવાએ હાલ ઈંગ્લીશ દારૂનો જથ્થો પોતાના ઘરમા તથા સાહુબેન વસાવાના બંધ ઓરડીમાં સંતાડી રાખેલો છે જે બાતમી આધારે ચમારીયા ગામે પોલીસે દરોડા પાડતા બન્ને ઘરોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા ટીન બીયર નંગ-૯૬૦ મળી કુલ કિ.રૂ. ૨,૬૭,૦૦૦/-નો પ્રોહી મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ વાલીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહી એકટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories