ભરૂચ: તુલસીધામ વિસ્તારમાં 2 આખલાએ વચ્ચે યુદ્ધ, નજીકમાં રમી રહેલ બાળકોનો આબાદ બચાવ

ભરૂચ શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે.એક પછી એક ઢોરના હુમલાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તારમાં મેદાનમાં બાળકો

New Update
MixCollage-07-Apr-2025-11-08-AM-6003

ભરૂચ શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે.એક પછી એક ઢોરના હુમલાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તારમાં મેદાનમાં બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ બે આખલા બાખડયા હતા.

Advertisment

આખલા બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ તરફ બાળકો જીવ બચાવી ભાગી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો.જોકે આખલાઓએ મેદાનમાં પાર્ક કરેલ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ભરૂચ શહેરમાં રખડતા ઢોરનો આતંક દૂર કરવા તંત્ર દ્વારા પગલાં ભરવાના દાવા કરવામાં આવે છે. આમ છતાં દિન પ્રતિદિન આવા બનાવો સામે આવતા રહે છે.ત્યારે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ફરીથી શરૂ કરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે.

Advertisment
Latest Stories