New Update
ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણી
ભાજપના મેન્ડેટ મુજબ ચૂંટણી કરાવવા પ્રયાસ
મેન્ડેટ સિવાયના ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે?
પ્રદેશના નેતાઓએ કવાયત શરૂ કરી
મહેશ વસાવાના ભાજપ પ્રહાર
ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ vs ભાજપનો ટકરાવ ટાળવા પ્રદેશ મોવડી મંડળ સક્રિય થઈ મેન્ડેટ સિવાયના પક્ષના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવવા કવાયતમાં જોતરાયું હોવાનુ જાણવા મળી રહ્યું છે.
ભરૂચ દૂધધારા ડેરીના રાજકારણમાં ભાજપના પ્રદેશ કક્ષાના મોવડીઓએ બે દિગ્ગજોને ટકરાતાં અટકાવવા પ્રયાસ હાથ ધર્યા છે. મંગળવારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યારે પ્રદેશ ભાજપે આપેલા મેન્ડેટ અનુસાર ચૂંટણી યોજાઈ તે માટે પ્રદેશ ભાજપનું મોવડી મંડળ હરકતમાં આવ્યું છે.ભાજપના બે દિગ્ગજ નેતાઓ અરૂણસિંહ રણા અને ઘનશ્યામ પટેલની પટેલ સામસામે ચૂંટણી લડી રહી છે ત્યારે ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટનો મજાક ન બને તે માટે પ્રયાસ શરૂ કરાયા છે.સોમવારે ઘનશયમ પટેલે મેન્ડેટ મેળવનાર પ્રકાશ દેસાઈને જીતાડવા પોતાના ઉમેદવાર દિપક પાદરીયા પાસે ઉમેદવારી પરત ખેંચાવી લીધી છે.
અરૂણસિંહ રણા તેમના ઉમેદવારો પાસે ફોર્મ પરત ખેંચાવીને પાર્ટીનું શિસ્ત પાલન કરશે કે કેમ? તેના પર બધાની નજર હવે કિન્દ્રીત થઈ છે. પ્રદેશ ભાજપ CR પાટીલ દ્વારા દુધધારા ડેરી વ્યવસ્થાપન કમિટીની 15 બેઠકો માટેની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારો અને અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારને મેન્ડેટ આપ્યા છે.પાર્ટીએ આપેલા મેન્ડેટ આદેશનું પાલન કરીશું તેમ ઘનશ્યામ પટેલ કહી રહ્યાં છે. હવે અન્ય 14 બેઠકો માટે પણ આજ ફોર્મ્યુલા અપનાવાય તેવી શક્યતા છે.બીજી તરફ ભાજપની ફોર્મ્યુલાથી માજી ધારાસભ્ય મહેશ વસાવા નારાજ છે. અરૂણસિંહ જાતે ગંગોત્રી ડેરી ચલાવે છે અને દુધધારા ડેરીના સ્પર્ધક હોવા છતાં ચૂંટણીમાં પેનલ ઉતારે તે અયોગ્ય છે તેમ મહેશ વસાવાએ પ્રતિક્રિયા આપી છે.
Latest Stories