ભરૂચ : રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી મહિલાનો જીવ બચાવ્યો, CCTV આવ્યા બહાર

ભરૂચ રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી પરંતુ રાહત આપતી ઘટના સામે આવી છે.ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે એક મહિલાનો પગ લપસી જતા તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગઈ હતી.

New Update
MixCollage-09-Mar-2026-09-09-AM-7545

ભરૂચ રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી પરંતુ રાહત આપતી ઘટના સામે આવી છે.ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે એક મહિલાનો પગ લપસી જતા તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગઈ હતી.

ઘટનાથી સ્ટેશન પર હાજર લોકોમાં થોડી ક્ષણો માટે અફરાતફરી મચી ગઈ હતી. મહિલા ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે અચાનક સંતુલન ગુમાવતા તેનો પગ લપસી ગયો અને તે ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ. ઘટના ખૂબ જ જોખમી બની શકતી હતી.આ દરમિયાન ત્યાં હાજર રેલવે પોલીસકર્મીઓએ તરત જ સતર્કતા દાખવી અને ઝડપી કામગીરી કરી મહિલાને બહાર ખેંચી લીધી. પોલીસકર્મીઓની સમયસર કામગીરીને કારણે મહિલાનો જીવ બચી ગયો.આ સમગ્ર ઘટના સ્ટેશન પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે.ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી વડોદરા GRP ના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવતા “મિશન સેફ સ્ટેશન” અંતર્ગત કરવામાં આવી હતી. જાગૃત પોલીસકર્મીઓની સતર્કતા અને ઝડપી પ્રતિસાદને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.

Latest Stories