ભરૂચ: ઐતિહાસિક જામા મસ્જિદમાં  મહિલાઓ દ્વારા કરાય પૂજા, વિડીયો થયો વાયરલ !

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં કેટલીક મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવી હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ અગાઉ સંત સમિતિ

New Update

ભરૂચની મધ્યમાં આવેલી છે ધરોહર

ઐતિહાસિક જામા મસ્જિદ કહેવાય છે

મહિલાઓ દ્વારા મસ્જિદમાં કરવામાં આવી પૂજા

વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ 

ધરોહર પુરાતત્વ વિભાગ પાસે છે

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં કેટલીક મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવી હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ અગાઉ સંત સમિતિ દ્વારા આ સરહલ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવી ચૂકયો છે
ભરૂચ શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓ દ્વારા પૂજા કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચર્ચા જાગી છે. વીડિયોમાં કેટલીક મહિલાઓ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે મસ્જિદ પરિસરમાં પૂજા કરતી નજરે પડે છે. ઘટના સમયે પોલીસકર્મીઓ હાજર હોવાનું પણ વીડિયોમાં દેખાય છે.સ્થાનિક મુસ્લિમ આગેવાનો દ્વારા આ ઘટનાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને ધાર્મિક સ્થળની પરંપરા અને નિયમોનું પાલન થવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. બીજી તરફ સંત સમાજનો દાવો છે કે આ સ્થળ મૂળ “સમળી વિહાર” જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હતું. આ મુદ્દે અગાઉ સંતોએ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું અને મસ્જિદ પુરાતત્વ વિભાગ હસ્તકની ધરોહર હોવા છતાં અંદર નિયમો વિરુદ્ધ મદરેસા સહિતની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના આક્ષેપો પણ થયા હતા ત્યારે મહિલાઓ દ્વારા ઐતિહાસિક ધરોહરમાં પૂજા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Latest Stories