/connect-gujarat/media/media_files/2024/12/21/TE7iRdWK22RwHYKsLsMq.jpeg)
ભારત સરકારના ભારતીય ગુણવત્તા પરિષદ વિભાગ દ્વારા નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના 8 રાજ્યોના 40 પ્રતિભાશાળી મહિલા સરપંચોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ 40 પ્રતિભાશાળી મહિલા સરપંચોમાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પીપલપાન ગામના મહિલા સરપંચ ડો. પ્રવિણા વસાવાને પણ ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ભારત સરકાર દ્વારા ગુણવત્તાલક્ષી કામો થાય એ માટે 'ભારતીય ગુણવત્તા પરિષદ’ વિભાગની રચના કરવામાં આવી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડ આમ કુલ 8 રાજ્યોના 40 મહિલા સરપંચોને આમંત્રિત કરીને નવી દિલ્હીનાં વિશ્વ યુવક કેન્દ્ર ખાતે ગત તા. 10 અને 11 ડિસેમ્બર-2024 2 દિવસય રાષ્ટ્રીય સરપંચ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2024/12/21/WmrOvASgKcKYavvKywKz.jpeg)
જેમાં ગ્રામીણ વિકાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા દેશના વિવિધ મહાનુભાવો દ્વારા આ મહિલા સરપંચોને મહિલા અને બાળ વિકાસ તેમજ ખાસ કરીને ગ્રામ વિકાસમાં મહિલા સરપંચની મહત્વપૂર્વક ભૂમિકાઓ, વુમન ફ્રેન્ડલી પંચાયત જેવા વિવિધ વિષયો ઉપર મહિલા સરપંચોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ઝઘડીયા તાલુકાના પીપલપાન ગામના સરપંચ ડો. પ્રવિણા વસાવાએ જણાવ્યું હતું કે, 2 દિવસીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ બાબતે ખૂબ મહત્વની જાણકારીઓ પ્રાપ્ત થઇ અને દેશના નામાંકિત મહાનુભવોના હસ્તે માર્ગદર્શન મેળવ્યું હતું. આ સાથે જ ઘણુ બધું શીખવા મળ્યું અને આ પ્રાપ્ત થયેલ જ્ઞાનનો ગામમાં સ્થાયી વિકાસમાં ઉપયોગ કરીને અમારા ગામને પ્રગતિના પંથે આગળ લઈ જવાના સંકલ્પને સાકાર કરવા પ્રયત્નશીલ બનવા જણાવ્યુ હતું.