ભરૂચ: હાંસોટના ખરચ ગામ નજીક આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓ દ્વારા કરાયુ વૃક્ષારોપાણ

વિશ્વ પૃથ્વી દિવસ નિમિતે શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે જ આ વૃક્ષોના જતનની જવાબદારી પણ બાળકોને સોંપવામાં આવી

New Update
Aditya Birla Public School
ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તારીખ 22મી એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાય છે ત્યારે ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે વિશ્વ પૃથ્વી  દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
Advertisment
World Earth Day
જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે જ આ વૃક્ષોના જતનની જવાબદારી પણ બાળકોને સોંપવામાં આવી હતી જેથી કરીને તેઓ પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગૃત બને. પર્યાવરણની જાળવણીના હેતુસર શાળાના આચાર્ય સુબ્રતા કુડુના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.પ્રથમ વખત અમેરિકામાં પર્યાવરણીય કાર્યકર્તા સેનેટર ગેરાલ્ડ નેલ્સન દ્વારા 1970માં પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી
Advertisment
Latest Stories