New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું વિતરણ
વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ
સરસ્વતી જ્ઞાન સાધના યોજના હેઠળ વિતરણ કરાયુ
17 વિદ્યાર્થીઓને અપાય સાયકલ
અંકલેશ્વરની એમ.ટી.એમ. ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓને સરસ્વતી જ્ઞાન સાધના યોજના અંતર્ગત સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમ.ટી.એમ. શાહ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સરસ્વતી જ્ઞાન સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિત, માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ભરૂચ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના હસ્તે 17 વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે સરળતાથી અવરજવર કરી શકે તે હેતુસર સરકાર દ્વારા આ યોજના હેઠળ સાયકલનું વિતરણ કરવામાં આવે છે.
Latest Stories