BREAKING NEWS : ભરૂચના જંબુસર નજીક વહેલી સવારે ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.8 નોંધાઇ

ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં થોડી ક્ષણ માટે ભયનો માહોલ સર્જાયો હતો. આજે સવારે 4.56 કલાકે ભૂકંપના આંચકા નોંધાયા હતા

New Update
Pakistan Earthquake
ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં થોડી ક્ષણ માટે ભયનો માહોલ સર્જાયો હતો. આજે સવારે 4.56 કલાકે ભૂકંપના આંચકા નોંધાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી અંદાજે 45 કિલોમીટર દૂર જંબુસર નજીક નોંધાયું હોવાનું સિસ્મોલોજીકલ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
 રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 માપવામાં આવી છે.ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ મળ્યા નથી. જોકે વહેલી સવારે આંચકો અનુભવાતા કેટલાક લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. પ્રશાસન દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.જિલ્લા તંત્રના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય છે અને કોઈ ઇમરજન્સી પરિસ્થિતિ ઊભી થઈ નથી.
Latest Stories