અંકલેશ્વર: ચૌટાનાકા નજીક પાર્ક કરેલ બુલેટની ચોરી, ઘટના CCTVમાં કેદ

અંકલેશ્વરના આંબોલી ગામના રહેવાસી જીતેશ વસાવાએ પોતાની બુલેટ બાઇક પેટ્રોલ પંપ પાસે પાર્ક કરી હતી. દરમિયાન અજાણ્યા બે ઈસમોએ બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા

New Update
Bike Stolen CCTV
અંકલેશ્વર શહેરના ચૌટાનાકા વિસ્તાર નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલી બુલેટ બાઇકની ચોરીની ઘટના સામે આવી છે.અંકલેશ્વરના આંબોલી ગામના રહેવાસી જીતેશ વસાવાએ પોતાની બુલેટ બાઇક પેટ્રોલ પંપ પાસે પાર્ક કરી હતી. દરમિયાન અજાણ્યા બે ઈસમોએ બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
સીસીટીવી ફૂટેજમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ બાઇક સાથે છેડછાડ કરતાં અને બાદમાં બાઇક લઈને જતા નજરે પડે છે. બનાવ અંગે જાણ થતાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે.પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ માટે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે.
Latest Stories