New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
CA- GST અને ડૉક્ટર્સ ડેની ઉજવણી
ICAI દ્વારા ઉજવણીનું આયોજન
રક્તદાન શિબિર પણ યોજાય
સંસ્થાના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
ભરૂચ આઈસીએઆઈ દ્વારા CA ડે સાથે GST ડે અને ડોક્ટર્સ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ભરૂચ આઈસીએઆઈની વેસ્ટર્ન ઇન્ડિયા રીજનલ કાઉન્સિલની ભરૂચ શાખા દ્વારા CA ડે, GST ડે અને ડોક્ટર્સ ડેનો ભવ્ય સમારોહ ICAI ભવન ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં CGST આસિસ્ટન્ટ કમિશનર આશિષ વ્યાસ, એમિટી સ્કૂલના આચાર્ય પ્રકાશ મહેતા,શાખાના અધ્યક્ષ CA વૃંદા વાખારિયા,IMAના પ્રમુખ ડૉ. પ્રગતિ બારોટ, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ભાવેશ હરિયાણી સહિતના આગેવાનો અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમ અને રેડક્રોસ બ્લડ બેંક સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Latest Stories