અંકલેશ્વર: ONGC કેમ્પ ખાતે કોસ્ટલ સાયક્લોથોન 2026નું ભવ્ય સ્વાગત કરાયું

કોસ્ટલ સાયક્લોથોન 2026માં ગુજરાતના લખપતથી 130 cisf ના સાયકલીસ્ટો 6500 કિલોમીટરનું અંતર કાપી કોચી પોહચશે. જેમાં 65 મહિલા સાયકલીસ્ટનો પણ સમાવેશ થાય છે.

New Update
  • અંકલેશ્વર ખાતે કરાયુ સ્વાગત

  • ઓએનજીસી ખાતે સ્વાગત

  • કોસ્ટલ સાયકલોથોનનું સ્વાગત

  • વિવિધ કાર્યક્રમો યોજાયા

  • અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર ONGC આંબોલી કેમ્પ સીઆઈએસએફ યુનિટ દ્વારા CISF કોસ્ટલ સાયક્લોથોન 2026નું ભવ્ય સ્વાગત કરાયું હતું. દેશમાં તર સુરક્ષિત તો ભારત સમૃદ્ધની ભાવના સાથે CISF કોસ્ટલ સાયકલોથોન 2026 નું આયોજન કરાયું છે. ગુજરાતના લખપતથી 130 cisf ના સાયકલીસ્ટો 6500 કિલોમીટરનું અંતર કાપી કોચી પોહચશે. જેમાં 65 મહિલા સાયકલીસ્ટનો પણ સમાવેશ થાય છે.
આ સાયકલોથોન અંકલેશ્વર આવી પોહચતા ONGC CISF યુનિટ આંબોલી કેમ્પ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. ONGC અંકલેશ્વરના ડેપ્યુટી કમાન્ડન્ટ અને તમામ રેન્કની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ અને સાયક્લોથોનનો પ્રારંભ કરાયો હતો.આ સાયકલોથોનનો હેતુ તટના નાગરિકોને ડ્રગ્સ, હથિયાર અને વિસ્ફોટકોની તસ્કરી સામે જાગૃત કરવાનો છે. આ કોસ્ટલ સાયકલોથોન એક સમુદ્ર કિનારાની સુરક્ષા, રાષ્ટ્રીય એકતા અને જનજાગૃતિ ફેલાવવા માટેનું સશક્ત જન આંદોલન CISF દ્વારા ગણવવામાં આવ્યું હતું.
Latest Stories