New Update
અંકલેશ્વરમાં સામે આવ્યું હતું કૌભાંડ
ઘન કચરાના નિકાલનું કૌભાંડ સામે આવ્યું
ગેર કાયદેસર રીતે કચરાનો કરાયો નિકાલ
કોન્ટ્રાકટર સામે ફોજદારી ગુનો નોંધવા માંગ
અંકલેશ્વરમાં 6.6 હજાર ટન કચરો ખાડીમાં પધરાવનાર કોન્ટ્રાકટર સામે માનવ જીવન વધનો ગુનો નોંધવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલને લઈ મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. પ્રોજેકટના કોન્ટ્રાકટર દ્વારા 3 મહિનામાં જમા થયેલ 27 હજાર ટન કચરાનો નિકાલ કરવાનો હતો. જેમાંથી 22 હજાર મેટ્રીક ટનનો નિકાલ કરાયો હતો અને હજી 6 ટન જેટલો કચરો સાઈડ પર જ પડી રહ્યો છે.
અંકલેશ્વર કોંગી આગેવાન ભુપેન્દ્ર જાનીએ કોન્ટ્રાકટર સામે માનવ જીવ વધનો ગુનો દાખલ કરવા માંગ કરી છે. જેમાં 6.6 હજાર ટન કચરો જેને ગુજરાતમાં નિકાલ પર પ્રતિબંધ છે. જે કચરાનો નિકાલ માત્ર મહારાષ્ટ્રમાં જ કરી શકાય છે. તેને કોન્ટ્રાકટર દ્વારા માનવ અને પર્યાવરણનું નિકંદન કાઢી બારોબાર ખાડીમાં ઘરબી દેવાયો હતો.
આવા કોન્ટ્રાકટર સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંગણી કરાઈ છે.અત્રે ઉલ્લેખની છે કે પ્રોજેક્ટના કોન્ટ્રાકટર દ્વારા જ જમીન અને પાણીના સ્ત્રોતને ગંભીર રીતે પ્રદૂષિત કરવામાં આવ્યા છે.શંકા ન જાય તે માટે વેસ્ટ સેગ્રીગેશન સાઇટ- સુકાવલીને અડીને રસ્તો કાઢી અવાવરું ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો.
Latest Stories